Ticker

6/recent/ticker-posts

જીરું ની ખેતી ભાગ-૩

 નિંદન નિયંત્રણ:-

                                       જિરા ના પાક નો વૃદ્ધિદર ઓછો હોવાથી નિંદણ સામે હરિફાય માં ટકી શકતો નથી જેના માટે નિંદણ નિયમિત પણે કરવું અનિવાર્ય છે.જીરાના પાક ને ૪૫ દિવસ સુધી નિંદણ નિયંત્રણ રાખવો જરૂરી છે.પ્રથમ વખત નિંદામણ ૨૫-૩૦ દિવસે કરવું અને બીજી વખત હાથ ફેરો ૪૦-૪૫ દિવસે કરવો જરૂરી છે. પરંતુ જ્યાં મજુરો ની અછત જણાય તેવા વિસ્તાર માં અમુક નિંદણનાશક દવા નો છટકાવ કરવો જરૂરી છે.


                                         પેન્ડીમીથેલિન ૦.૫ થી ૧.૦ કિગ્રા સક્રિયતત્વ જમીનની પ્રત મુજબ પ્રતિ હેક્ટરે જીરૂની વાવણી પછી પ્રથમ પિયત પહેલા  અથવા પિયત પછી ભેજ યુક્ત જમીન માં ૨ થી ૩ દિવસે એક સરખો ચાંટકાવ કરવો.
                                         દક્ષિણ સૌરાષ્ટ્ર માં જીરાના પાક નું મહત્તમ ઉત્પાદન,ચોખ્ખું વળતર અને અસરકારક નિંદણ નિયંત્રણ માટે ઓકસાડાયારજીલ ૭૫ ગ્રામ/હેક્ટર(૬ ઇસી ૨૫,મિલી ૧૦/લીટર) પ્રમાણે વાવણી બાદ ૭ દિવસે છટકાવ કરવો તથા વાવણી બાદ ૪૫ દિવસે હાથ નિંદામણ કરવું.

     આંતરખેડ:-

                                         જીરુંની વાવની ૩૦ સેમિ ના અંતરે ચાસ માં કરેલી હોય તો પુરતું ખાતરી આપ્યા પછી આંતરખેડ કરવાથી ઉત્પાદન માં વધારો થાય છે.તેમજ ત્રીજા ચોથા અને પાંચમા પિયત પછી આંતરખેડ કરવાથી કાળિયા રોગનું નિયંત્રણ કરવામાં મદદ રૂપ થાય છે.

     પાક પદ્ધતિ:-

                                          સામાન્ય રીતે ખેડૂતો ખરીફ બજાર પછી જીરા નો પાક લેવાનું પસંદ કરતા હોય છે.એટલે કે ખેડૂતો જે જીરું નો પાક લેવાનો હોય તો પહેલા ચોમાસામાં બજાર નું વાવેતર કરતા હોય છે અને ત્યાર બાદ જીરા નું વાવેતર કરે છે જેથી,જીરા નું ઉત્પાદન સારૂ મળે.પરંતુ,શંસોધન ના આધારે ચોળા,તલ,મગ કે ઘાસચારા પસી પણ જીરા નો પાક સારી રીતે લઇ શકાય છે.

      આંતરપાક પધ્ધતિ:-

                                          જીરા સાથે અજમાની ૪:૧ પ્રમાણે આંતરપાક પધ્ધતિ અપનાવી અજમાની કાપણી ૪૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવી શકાય છે.


ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

               જીરું ની ખેતી ભાગ-2








                     જીરું ની ખેતી ભાગ-4(comming soon)


            

Post a Comment

1 Comments

thank you for comment !