Ticker

6/recent/ticker-posts

જીરુંની ખેતી

 વિશ્વ માં જીરાની ખેતી માં ભારત નુ સ્થાન મોખરે છે,એમાં પણ આપણું ગુજરાત બીજા રાજ્યો ની દ્રષ્ટિ એ અનોખું છે.૨૦૧૮-૨૦૧૯ દરમિયાન ગુજરાત માં વાવેતર વિસ્તાર ૩.૫ લાખ હેક્ટર અને ઉત્પાદન ૨ લાખ મેટ્રિક ટન જેટલું નોંધાયેલું છે.આપણા રાજ્ય માં જીરા નું ઉત્પાદન માં મહેસાણા,બનાસકાંઠા,કચ્છ,અહમદાબાદ,સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી વિસ્તાર માં જોવા મળે છે.જીરાના ભાવ અન્ય રવિ પાક ની દ્રષ્ટિ એ સારા હોવા ને કારણે નફાકારકતા રહેલી જોવા મળે છે.હવામાન ના પળટા અને જીવાત-રોગો ની માંઠી અસર થી જીરા નો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ રહેલી છે.


જીરા નું આર્થિક મહત્વ:-

-સૂકા અને અર્ધ સૂકા વિસ્તાર નો અગત્ય નો રોકડીયો પાક છે.
-જિરા માં ૩.૫ થી ૪ ટાકા ઉદ્દયનશીલ તેલ હોય છે. જેમાં,ક્વિમિનોલ નુ પ્રમાણ વધારે હોય છે.જેનો ઉપયોગ ખોરાક માં મસાલા તરીકે,સુગંધિત દ્રવ્યો તરીકે,દવાઓ,વાનગીઓ,તથા પીના બનાવવા માટે થાય છે.


જીરા માટે ની જરૂરી જમીન અને આબોહવા:-

જીરું જુદા જુદા પ્રકાર ની જમીન માં ઉગાડી શકાય છે.પરંતુ,સારી નિતારવાળી જમીન,ગોરાડું થી મધ્યમ કાળી સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન વધારે અનુકૂળ જોવા મળે છે.વધુ પિયત વાળી જમીન માં વારંવાર નિંદામણ કરવાથી મજૂરી ખર્ચ વધી જાય છે.
આ પાક ને ઠંડુ,સુકું અને સ્વચ્છ વાતાવરણ વધુ અનુકુળ આવે છે.વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ કાળીયો અને ભુકીછારા ના ઉપદ્રવ માટે જવાબદાર છે.


જીરાના બીજ ની માવજત:-

જમીન અને બીજ જન્ય રોગ ના નિયંત્રણ માટે એક કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ થાયરામ અથવા કેપ્ટાન ફુગ નાશક નો પટ આપવો આઠ કલાક પાણી માં પલાળેલા બીજ ને કોથળા પર પાથરી તેના પર બીજો કોથળો ઢાંકી દેવો.ઉપરના કોથળા ને પાણી છાંટી ઢાંકી દેવો આવી પરિસ્થિતિ માં ૫-૬ દિવસ રાખી જીરાનું વાવેતર કરવાથી ઉગાવા માટેનું બીજ પિયત(મોહરણ)આપવાની જરીરિયાત રહેતી નથી પરંતુ,આ પધ્ધતિ માં વાવણી પછી તુરંતજ પિયત આપવું જરૂરી છે.



comming soon--જીરુંની ખેતી-2.

ગોંડલ માર્કેટ યાર્ડ માં આજ ના ડુંગળી ના ભાવ..
7/11/2022

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

મગફળી

940

1311

જુવાર

681

781

બાજરો

461

461

ઘઉં

426

544

લસણ સૂકું

---

---

અડદ

926

1521

મગ

1076

1451

ચણા

771

876

તલ

2200

2891

તલ કાળા

1976

2621

ડુંગળી

96

411

ડુંગળી સફેદ

-----

-----

કપાસ  B.T

---

---



  ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

Post a Comment

0 Comments