પાક સંરક્ષણ:-
જીરાનો પાક ખુબજ નાજુક હોવાથી તેની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.
-:જીરા માં આવતા રોગો:-
(1)-કાળીયો/ચરમી/ચારેરી:-
-ખેતર ની તેમજ પાક ની ફેરબદલી કરવી.
-વાવણી પહેલા બીજ ને ફુગનાશક(થાયરામ કે કેપ્ટાન) ૧ કિગ્રા જિરા ના બિયારણ માં ૫ ગ્રામ દવા નો પટ આપવો.
-બીજ દર ૧૨ કિગ્રા /હેક્ટર રાખવો.
-પાક ની ૨૫ ઓક્ટોમ્બર થી ૧૦ મી નવેમ્બર ઠંડી ની શરૂઆત થતા હારમાં(૩૦ સે.મી અંતર)વાવણી કરવી અને ક્યારા નાના રાખી હલકું પિયત કરવું.
-ક્યારા માં પાછળ ના ભાગમાં પાણી ભરાઈ રહે નહિ તેની કાળજી રાખવી.
-છાણીયા ખાતર અને ખોળ નો ઉપયોગ કરવો.
-વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરો નો ઉપયોગ ટાળવો.શરૂઆત માં જોવા મળતા રોગિષ્ટ છોડ ને ઉખાડી નાશ કરવો.આવા રોગિષ્ટ છોડ ને શેઢે પાળે નાખવા નહિ તેને બાળી ને તેનો નાશ કરવો નહીંતર આવા છોડ પાળે પણ રોગ નો ફેલાવો કરી પાક ને નુકશાન કરતા હોય છે.
-રાય,ઘવ,રજકો જેવા પિયત વાળા પાક ની બાજુમાં જીરાનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય જગ્યા રાખવી.
-વાદળ વાળા અને ધુમ્મ્સ વાળા વાતાવરણ માં પિયત ટાળવું અને કચરો એકઠો કરી ધુમાડો કરવો.
-રોગ આવવા ની રાહ જોયા પહેલા પાક ૩૫ થી ૪૦ દિવસ નો થાય ત્યારે મેન્કોઝેબ ૨૫ ટકા (૩૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં) દાવા સાથે ૨૫ મીલી તેલીયા સાબુનુ શુષુપ્ત દ્રાવણ ભેળવી 10 દિવસ ના અંતરે ચાર છંટકાવ કરવા તેમજ આ દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધાજ છોડ ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
-મધ્ય ગુજરાત આબોહવાકીય વિસ્તાર ના જીરું ની ખેતી કરતા ખેડૂતો ને ચરમી રોગ ના અશરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગ ની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૦.૨૩ ટકા (૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં) નો છંટકાવ કરવો અને ત્યાર બાદ બીજા ૨ છંટકાવ ૧૦ દિવસ ના અંતરે કરવાની સલાહ આપવા માં આવે છે.
(ગુજરાત ના દરેક વિસ્તાર માં phosphoric acid આપવા નું છે વધારે માહિતી માટે સંપર્ક કરવો.)
(2) સુકારો:-
-સુકારા સામે રોગ પ્રતિકારક જાત ગુ.-જીરું-૪ નું વાવેતર કરવું.
-ગુવાર કે જુવાર પાક ની ફેરબદલી કરવી.
-ઉનાળા માં ઊંડી ખેડ કરવી.
-બીજ ને કાર્બેન્ડઝિમ ફુગનાશક નો ૧ કિગ્રા બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પેટ આપવો.
-હેક્ટરે ૧૦ ટન છાણીયું ખાતર અથવા ૨.૫ ટન દિવેલીયા ખોળ/રાયડા ખોળ આપવો.
-ઉત્તરગુજરાત માટે અર્થકારક નિવારણ માટે ૧૦ કિગ્રા ટ્રીઇકોડમાં હરજીયાનમ + ૩ ટન છાણીયું ખાતર આપવું.
-દક્ષિણગુજરાત માં સુકારાના અસરકારક નિયંત્રણ માટે ૧૦ કિગ્રા ટ્રીઇકોડમાં હરજીયાનમ +2.5 ટન દિવેલા નો ખોલ નાખવો.
(3) ભુકીછારો:-
-ખેતર ની આજુબાજુ મોટી જાડી વાડ તથા મોટા જાડવા ની કાપણી કરવી.
-ભુકીછારા ના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક ભુકી નો છંટકાવ જરૂર મુજબ કરવો.
-દક્ષિણગુજરાત ના ખેડૂતો એ ભુકીછારા ના રોગ થી જીરાના પાક ને બચાવવા માટે હેક્ઝકોનાઝોલ ૦.૦૦૫ ટકા (૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં) અથવા પ્રોપીકોનાઝોલ ૦.૦૨૫ ટકા (૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં) અથવા ડાયફેનકોનાઝોલ ૦.૦૨૫ ટકા (૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં) ના ત્રણ છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.પ્રથમ છંટકાવ રોગ ની શરૂઆત માં અને બાકી ના બે છંટકાવ ૧૫ દિવસે કરવામાં આવે છે.
-:જીવાતો:-
જિરા ના પાક માં મુખ્યત્વે મોલોમશી ,થ્રિપ્સ અને લાલ કથીરી જેવી જીવતો જોવા મળે છે.આ જીવાતો છોડ ના કુમળા ભાગ માં રસ ચૂસીને પાક ને નુકશાન કરે છે.
-:જીવતો નું સંકલિત નિયંત્રણ:-
-જીરા ના પાક ની સમયસર વાવણી કરવી.
-નાઇટ્રોજનયુક્ત ખાતરો નો વધારે પડતો ઉપયોગ ટાળી લીંબોળીનો ખોળ,દિવેલનો ખોળ વાપરવાથી ચુસીયા પ્રકારની જીવાતો નો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
-ચુસીયા પ્રકાર ની જીવાતો જેવી કે મોલો-મશી પરીક્ષણ માટે હેક્ટર દીઠ ૧૦ પીળા ચીકણા પીંજારા ગોઠવવા.
-લેકાનીસિલીયમ લેકાની નામની ફુગ નો પાવડર ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.
-:કાપણી:-
જીરા નો પાક ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપક્વ થઇ જાય છે.જીરાના પાક ની કાપણી વાનસ્પતિક દેહધાર્મિક અવસ્થાએ(૫૦ ટકા થી વધુ પીળાશ પડતા ભૂખરા અને દાણા ભૂખરા રંગના થાય) ત્યારે કરવી. આ અવસ્થાએ કાપણી કરવાથી, મોડી કાપણી ની સરખામણી એ દાણા અને ઉદયનશીલ તેલ નુ પ્રમાણ વધુ મળે છે.દાણા ખરી ના જાય તે માટે વહેલી સવારે ઝાકળ માં અથવા અગિયાર વાગ્યા પહેલા કરી લેવી જોઈએ કાપણી કરેલા છોડ ને ૨ થી ૩ દિવસ સુકવી ને થ્રેસર ની મદદ વડે દાણા ને છૂટા પાડવા.
0 Comments
thank you for comment !