કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-1.(click now)
કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-2.(click now)
કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-3.:-આગળ ના ભાગ માં આપણે ફોરમેન ટ્રેપ વિષે જાણકારી મેળવી.
નર અને માદા ના સમાગમ માં વિક્ષેપ:-
આનંદ કૃષિયુનિવર્સીટી ના એક અભ્યાસ મુજબ કપાસ ની ગુલાબી ઇયળ ના નર અને માદા ફૂદા ના સમાગમ વિક્ષેપણ માટે પ્રતિ હેક્ટર ૧૦૦ પીળી રોપ ગોઠવાતા અસરકારક માલુમ પડે છે,જુનાગઢ કૃષિયુનિવર્સીટી ના એક અભ્યાસ મુજબ ગોસીપ્લુર આધારિત પેસ્ટ તૈયાર કરવામાં આવે છે,આવી પેસ્ટ ના ચણા ની દાળ જેવડા એક સરખા ૧૦૦૦ ટપકા કપાસ ના છોડ ની વચ્ચે મુકવાની ભલામણ થયેલ છે.
કપાસ ની ઋતુ દરમિયાન ફુલ અવસ્થાથી ૪૦ દિવસ ના અંતરે ત્રણ વખત આવા ટપકાં મુકવા ની સલાહ આપવા માં આવે છે.
સાહિત્ય માં પ્રસિદ્ધ થયેલ એક અહેવાલ અનુસાર ખેતી પાકો માં જેમ કુણેપ કે કુમાસ વધે તેમ રોગ-જીવાત ના પ્રશ્નો વધે છે.આ બાબત કપાસ ના પાક ને પણ સ્પર્શે છે, તે માટે નાઇટ્રોજનયુક્ત રસણિકખાતરો અને પિયત નુ પાણી ભાગ ભજવે છે.કપાસ ના પાક માં આ બંને વસ્તુ નો વપરાશ વધે તેમ ગુલાબી ઇયળ નો પ્રશ્ન પણ વધે છે. કપાસ ઉગાડતા ખેડૂતો એ આ બને પર ધ્યાન આપવાની જરૂર છે અને તેના વપરાશ પર કાળજી રાખવી જરૂરી છે.
અમુક વસ્તુ ની ભલામણ હોવા છતાં અમુક ખેડૂતો કુનેપ,ફૂલ અને જીંડવા વધારવા વધારે ભારે દવા અને પાક વૃદ્ધિ દવા નો છટકાવ કરતા હોય છે,જે સામેથી જીવાતો ને નોતરે છે અને પરિણામે ખેતી ખર્ચ માં વધારો કરે છે.
0 Comments
thank you for comment !