Ticker

6/recent/ticker-posts

કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-2...

 કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-1...(click now)

કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-2.../આપડે અગાવ જોયા મુજબ કપાસ માં આવતી ગુલાબી ઇયળ ભાગ...૧ પછી..

                છટકાવ કાર્ય પાસી પણ બચી ગયેલ ઈંડા સેવતા તેમાંથી ઈયળ બને છે,આ ઈયળ ફૂલ,કલી અને જીંડવા પર આમ થી તેમ ફરી નાનું કાણું પડી નુકશાન કરે છે.


                 ઈયળ નું આખું જીવનચક્ર(સમય)ફુલ કે જીંડવા ની અંદર પસાર થાય છે,ટૂંકો સમય જ બહાર રહે છે.જેના કારણે ગુલાબી ઇયળ આપણ ને પાક પર દેખાય ત્યારે આપણે છટકાવ કરતા હોઈ એ છી એ પરંતુ આ ઈયળ જીંડવા માં હોવાથી ગમે તેટલી મોંઘી દવાનો છટકાવ કરીએ તો પણ અસર જોવા મળતી નથી.

                       કવીનાલફોસ ૨૫ ઇસી,પ્રોફેનોફોર્સ ૫૦ ઇસી,એમાંમેકટીન બેન્જોએ 5 ડબ્લ્યુજી,ફ્લ્યુબેન્ડીયામાઇડ ૪૮ એસસી,ઈંડેક્ષકાર્બ ૫ %,અને ક્લોરન્તરનીલીપ્રોલ ૧૮.૫ એસસી જેવા કીટનાશકો યોગ્ય સાંદ્રતા ની જરૂર મુજબ છટકાવ કરવા માં આવે છે,તે સિવાય ફુગનાશક છટકાવ પણ કરવામાં આવે છે.

                               કપાસ માં ગુલાબી ઇયળ નો ઉપદ્ર સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઇ ને કપાસ ની છેલ્લી વીણી સુધી જોવા મળે છે.કપાસ નો પાક પૂર્ણ થતા પણ આ જીવાત,ઈયળ સ્વરૂપે જીંડવા માંથી કપાસિયાં માં જવાની ખાસિયત ધરાવે છે


                        કપાસ ની ગુલાબી ઇયળ ને કાબુ માં લેવા માટે ફેરોમોન ટ્રેપ,પ્લાસ્ટિક ની કોથળી ધરાવતા ટ્રેપ પોલોથિન સ્લીવ ટ્રેપ.etc આવા ટ્રેપ મુખ્યત્વે ત્રણ હેતુ માટે વાપરવા માં આવે છે.

1:-જીવાત ના સર્વેક્ષણ માટે પ્રતિ હેક્ટર ૫ થી ૭ ટ્રેપ ની જરૂર પડે છે,,આવા ટ્રેપ માં જયારે ગુલાબી ઇયળ ના ફૂદા આવ વા નું સરું થાય ત્યારે જીવાત ની શરૂઆત પાક માં થઇ ચુકી છે તેમ સમજવું,અને તેના નિયંત્રણ માટે આગોતરા પગલાં ભરવાના રહે છે.

2:-સામુહિક રીતે જીવાત ને આકર્ષવા એકમ વિસ્તાર પ્રતિ હેક્ટર ૪૦ ટ્રેપ લગાવવા પડે છે,અને સામુહિક રીતે નર ફૂદાને આકર્ષવામાં આવે છે આમ કરવાથી નર અને માદા એકત્રિત થશે નહિ પરિણામે માદા ફલિત ઈંડા મુકશે નહિ જેના કારણે કપાસ માં નુકશાન થશે નહિ.

પરંતુ,જે તે વિસ્તાર ના ખેડૂત મિત્ર એ પોતાના ખેતરમાં ટ્રેપ ગોઠવી બધા જ નર ફૂદાને પકડી લીધા પણ આજુ બાજુ ના ખેતર માં નર ફૂદા થી માદા ઈંડા ને ફલિત કરે તો હતી તે જ સ્થિતિ ફરીથી સર્જાય.તેના માટે જે કોરોના માં પરિસ્થિતિ હતી તેવી જ રીતે સામુહિક રીતે કપાસ કરતા આજુ બાજુ ના ખેડૂતો એ એકઠા થઇ ને સામુહિક જુમ્બેશ ઉઠાવવી જૉ એ.


કપાસમા આવતી ગુલાબી ઈયળ ભાગ-3...(comming soon)

          ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે  અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

Post a Comment

0 Comments