જૂની સફેદ ડુંગળી ના ભાવ માં સુધારા સાથે આજ નું મહુવા માર્કેટ માં ૩૦૦ રૂપિયા સુધી ઉંચકાયા ભાવ જયારે લાલ ડુંગળી ની સ્થિતી યથાવત.
લાલ ડુંગળી ની કુલ આવક ૨૭૦૭ થેલી સાથે ભાવ ૮૯ થી ૩૮૭ બોલાયા જયારે સફેદ ડુંગળી ની આવક ૭૩૭ , ૧૦૧ થી ૨૯૬ સુધી બોલાયા.
ગોંડલ માર્કેટ માં લાલ ડુંગળી ની આવક ૩૫૦૦ ક્વિન્ટલ છે,રૂપિયા ૯૬ થી ૪૨૬ સુધી ના ભાવ,રાજકોટ માં લીલી ડુંગળી ના ભાવ ૧૫૦ રૂપિયા થી ૪૦૦ રૂપિયા અને સૂકી લાલ ડુંગળી ના ભાવ ૧૩૦ થી ૪૪૦.
ગોંડલ માર્કેટ
પાકનું
નામ |
નીચો
ભાવ |
ઉંચો
ભાવ |
મગફળી |
1051 |
1601 |
જુવાર |
--- |
--- |
બાજરો |
---- |
---- |
ઘઉં |
424 |
552 |
લસણ સૂકું |
71 |
306 |
અડદ |
726 |
1491 |
મગ |
851 |
1311 |
ચણા |
721 |
861 |
તલ |
2176 |
2651 |
તલ કાળા |
2076 |
2726 |
ડુંગળી |
96 |
426 |
ડુંગળી સફેદ |
--- |
--- |
કપાસ B.T |
1001 |
1871 |
ડુંગળી વિષે કંઈક નવું:-
ડુંગળી સંગ્રહ કરવાની વિવિધ પધ્ધતિઓ
ડી - હાઈડ્રેશન :
ડુંગળીના કંદ સંગ્રહ દરમ્યાન ઝડપથી બગડી જાય છે. સંગ્રહ દરમ્યાન ડુંગળી સાચવવા માટે ખૂબ જગ્યા જોઈએ છે. તેમજ કાળજી પણ ખૂબ રાખવી પડે છે. ડુંગળીમાંથી પાણીનો મોટો ભાગ જુદી જુદી પ્રક્રિયા દ્વારા કાઢી તેમાંથી પાવડર બનાવવાની પ્રક્રિયાને ડીહાઈડ્રેશન કહેવામાં આવે છે.
વિદેશોમાં અત્યારે આ પ્રકારનાં પાવડરની ખૂબ માંગ હોવાથી તેના નિકાસ દ્વારા હુંડિયામણની ઉજળી તકો રહેલી છે.
ડી - હાઈડ્રેશન પધ્ધતિમાં સર્વ પ્રથમ ડુંગળીનાં ફોતરાં ઉતારી તેની ઉપરનો અને નીચેનો બિન ખાવાલાયક ભાગ દૂર કરવો. ત્યારબાદ ૨ થી ૩ મિ.મી. જાડાઈની ગોળ ચીપ્સ (પતરી) કરીને તેને યાંત્રિક ડ્રાયરમાં સૂકવવામાં આવે છે.
ડ્રાયરમાં એક કરતાં વધારે ટ્રે દ્વારા વારાફરતી ચોકકસ સમયાંતરે અને ચોકકસ સમય માટે ગરમ હવાનાં સંપર્કમાં આવે છે. ચીપ્સમાં પાણીનું પ્રમાણ ૬ ટકા જેટલું રહે ત્યાં સુધી ડ્રાયરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ડ્રાયરમાંથી બહાર કાઢી હવાના દબાણયુકત પ્રવાહથી બાકીનું ૨ ટકા જેટલું પાણી ઉડાડી ચીપ્સમાં લગભગ ૪ ટકા જેટલું પાણી રાખવામાં આવે છે. આ ચીપ્સને તે જ સ્વરૂપમાં અથવા તો તેને દળીને પાવડરનાં સ્વરૂપમાં બનાવી પ્લાસ્ટીકનાં પેકિંગમાં ભરીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. જો કુલ ઘનદ્રાવ્યો પદાર્થો (ટી.એસ.એસ.) ૧૫ ટકાથી વધારે હોય તો ૧૦૦ કિલો ડુંગળીમાંથી ૧૫ થી ૧૭ કિલો પાવડર મળે છે.
અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે ડી – હાઈડ્રેશન પ્લાન્ટસ છે તે મોટે ભાગે સફેદ ડુંગળીમાંથી જ પાવડર બનાવે છે. ડી – હાઈડ્રેશન માટેની ડુંગળી મોટા કદની, ગોળાકાર તેમજ નીચે તળિયાનો ભાગ ઉપસેલો હોય તેવી નકકર પસંદ કરવામાં આવે છે. ડુંગળીમાં જેમ કુલ દ્રાવ્ય ઘન પદાર્થનું પ્રમાણ વધારે તેમ પાવડર વધારે મળતો હોવાથી પ્લાન્ટવાળા ઊંચા કુલ દ્રાવ્ય ઘન પદાર્થ (ટી.એસ.એસ.) ધરાવતી ડુંગળીને પ્રથમ પસંદગી આપે છે. આ જ પ્રક્રિયા દ્વારા ડુંગળીનો ચીપ્સ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !