કંકોડા વેળા વાળા શાકભાજી નો એક આયુર્વેદિક પાક છે.વિટામિન "સી" અને "આયોડિન" તત્વ થી ભરપુર પાક છે.કંકોડા ના મૂળ એક ઉત્તમ ઔષધ છે,જે હરસ,મધુપ્રેમઃ,પેટની બીમારી તેમજ પેસાબ ની બીમારી માં ઉપયોગી છે.
ઉંચા બજાર ભાવ ને કારણે કંકોડા ની ખેતી વધવા ની પુરી શક્યતા ઓ છે,ગુજરાત માં જુનાગઢ અને વડોદરા ના અમુક વિસ્તાર માં કંકોડાં ની ખેતી પણ થાય છે. કંકોડા ના વેલા ચોમાસા ના પ્રથમ વરસાદ માં જ શેઢા પાળે આપ મેળે ઉગી નીકળે છે.લીલા અને ગોળ આકાર ના આ કંકોડાં પર કાંટા હોય છે તેને અંગ્રેજીમાં "સ્પાઇન ગાર્ડ" તરીકે પણ ઓળખાવે માં આવે છે.
અનુકૂળ જમીન:-
કાળી,રેતાળ કે ગોરાડુ જમીન પણ ચાલે છે,ફક્ત ધ્યાન રહે કે જમીન માં પાણી નો ભરાવો રહેવો જોઈ એ નહિ.
આબોહવા:-
કંકોડા ની ખેતી માં ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે,વધુ વરસાદ કે વધુ પડતી ઠંડી પાક ને નુકશાન કરે છે.
વાવેતર નો સમય:-
કંકોડા નું વાવેતર જૂન-જુલાઈ માં કરી શકાય છે,જો પિયત ની સગવડ હોય તો માર્ચ-એપ્રિલ માં પણ કરી શકાય છે.૧૦ છોડ માદા ના અને એક છોડ નર નો હોય છે,બીજ, કદ અને વેલા ના કટકા કરી ને પણ વાવેતર કરી શકાય છે.
કંકોડા ના ફૂલ આવ્યા પસી જ છોડ નર છે કે માદા તે ઓળખી શકાય છે.
વાવણી નુ અંતર:-
કંકોડા ની બે હાર વચ્ચે ૧૨૦ થી ૧૫૦ સેમી,અને બે છોડ વચ્ચે ૪૫ થી ૬૦ સેમી નું અંતર રાખી કરી શકાય છે.કંકોડા નું વાવેતર જોડિયા પધ્ધતિ થી પણ કરી શકાય છે.
વેળા ને ટેકો આપવા:-
કંકોડા ને જમીન પર ફેલાવા દેવામાં આવે તો ફળ નો વધારે બગાડ થાય છે.છોડ ની દરેક હાર પર લાકડા ના થાંભલા ઉભા કરી , ઉપર ગેલવેનીઝ તાર ગોઠવ વા માં આવે છે અને મંડપ જેવી રચના કરી છોડ ને ઉપર ચડાવ વા માં આવે છે.
ખાતર:-
પ્રતિ હેક્ટર ૧૫ ટન જેટલું છાણિયું ખાતર,રોપણિ સમયે ૫ KG DAP,2 kg પોટાશ,30 KG યુરિયા.
પિયત:-
માર્ચ-એપ્રિલ-મે માં ૮ થી ૧૦ દીવશે અને ચોમાસા ની ઋતુ માં જરૂર મુજબ હળવું ખાતર આપવું.
વીણી:-
પ્રથમ વિણી ૬૦ થી ૬૫ દિવસ માં સરું થય જાય છે,વીણી સમય સર કરવી જરૂરી છે નહીંતર ફળ પાકી જાય પસી તે ઉપયોગ માં આવતું નથી.
ઉત્પાદન:-
સારી માવજત કરવામાં આવે તો કંકોડાં નું ઉત્પાદન ૭૫ થી ૧૦૦ ક્વિન્ટલ મેળવી શકાય છે.
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !