Ticker

6/recent/ticker-posts

સત્ય નો વિજય

સત્ય નો વિજય/ સત્યનો વિજય / આજે વિજયાદશમીનું મહાપર્વ, ઠેર ઠેર રાવણદહનના કાર્યક્રમોનું આયોજન, લોકો ફાફડા-જલેબી લેતા પહેલા આ જરૂર વાંચે

આસુરી શક્તિ પર શૂરી શક્તિના વિજયી પરંપરાને વધાવતું પર્વ એટલે વિજયાદશમી. આ પર્વએ આત્મશુદ્ધિનું મહાપર્વ છે.

આજે વિજયાદશમીનો પર્વ

લોકો ફાફડા-જલેબીની જયાફત માણશે

ક્યાંક રાવણદહન થશે તો ક્યાંક મો મીઠું કરવાની પરંપરા

નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય છે.  દશેરાના દિવસે ઠેર ઠેર રાવણને દહન કરવા માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે શમીપૂજન, શસ્ત્રપૂજા જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે એટલે આજે વિજયાદશમી મનાવવામાં આવે છે. સુરત શહેરમાં રાવણદહનની તૈયારીયો ચાલી રહી છે. કેમકે પૌરાણિક કથાઓનાં હિસાબે આજે સત્યની વિજય થઈ છે.  અને અસત્યનો પરાજય. અમદાવાદ શહેરમાં ફાફડા જલેબીની જયાફત અને હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરાય છે. તો રાજકોટમાં લોકો એકબીજાનો મોં મીઠું કરાવી વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી કરતા હોય છે.

ફાફડામાં અખાદ્ય શું હોય?

  • કપડા ધોવાનો પાઉડરનો ઉપયોગ
  • ફાફડાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે
  • ખાવાના સોડા કરતા વધુ સસ્તો હોય છે વોશિંગ પાઉડર 
  • વધુ નફો કમાવવાની લાલચે સોડાને બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ
  • વોશિંગ પાઉડરના ઉપયોગથી આંતરડા અને હોજરીમાં થાય છે નુકસાન
  • વેપારીઓ વારંવાર ઉકાળેલા તેલનો ઉપયોગ કરે છે
  • નવા તેલના ઉપયોગને ટાળીને એક જ તેલમાં વધુ વખત તળે છે
  • વારંવાર ઉકાળેલા તેલમાં તળાયેલું ફરસાણ હાનિકારક છે
  • વારંવાર ઉકાળેલા તેલથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ વધે છે
  • કોલેસ્ટ્રોલથી હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે

જલેબીમાં અખાદ્ય શું હોય છે?

  • જલેબીમાં પણ વોશિંગ પાઉડરનો ઉપયોગ પણ થાય છે 
  • જલેબીની ચાસણીમાં ફટકડીનો ઉપયોગ થાય છે
  • જલેબીને કરકરી બનાવવા થાય છે ફટકડીનો ઉપયોગ 
  • કલરની ભેળસેળ પણ હાનિકારક નિવડી શકે 
  • વરખના નામે પણ ભેળસેળ થતી હોય છે
  • કલર અને વરખમાં ભેળસેળ બીમાર પાડી શકે
  • સિન્થેટિક કલર શરીર માટે હાનિકારક છે 
લોકોએ શું ધ્યાન રાખવું જોઇએ?

                                 તહેવારોમાં હંમેશા જાણીતા વેપારીને ત્યાંથી ફરસાણ ખરીદવું જોઈએ. તેમજ સ્કીમ કે લોભામણી લાલચોથી દૂર રહેવું જોઇએ. સસ્તું ફરસાણ ખરીદવાની લાલચ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. જ્યાં તાજુ ફરસાણ મળતું હોય ત્યાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. 


   


Post a Comment

0 Comments