Ticker

6/recent/ticker-posts

મધુપાલન વ્યવસ્થા

                                શિયાળા માં મધુપાલન વ્યવસ્થા:-

                                            મધુપાલન માં અસરકારક વ્યવસ્થાપન કરવાથી મધમાખી વસાહત,વિકાસ અને મધ ઉત્પાદન માં વધારો થાઇ છે.

                                      મધમાખી ઉછેર માં બાહ્ય વાતાવરણ પરિબળોમાં તાપમાન,હવામાન,ભેજ,વાદળસાયું   વાતાવરણ,વરસાદ,ધુમ્મસ વગેરે ની સીધી કે આડતરી અસર જોવા મળે છે.જેથી મધુમાખી નું  વ્યવસ્થાપન ઋતુ ને આધારે જાળવણી કરવી જરૂરી છે.ભારત ની મુખ્ય ઋતુ માં ત્રણ ઋતુ નો સમાવેશ થાય છે.

શિયાળો,ઉનાળો અને ચોમાશુ.વસંત નો લાંબો ગાળો અને મધપૂડા માટે ની પ્રતીકુળ પર્યાવરણ સ્થિતિ બાદ મધ ના મોટા પ્રવાહ ની શરૂઆત થાય છે.મુખ્યત્વે ચોમાસા પછીના સમયગાળા એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર અથવા ઓક્ટોમ્બર ની શરૂઆત માં ત્યક્તાવસ્થા જોવા મળે છે. જુદા-જુદા વાતાવરણ માં ફૂલ આપતા વૃક્ષોછોડ ખુબજ મોટા પ્રમાણ માં હોય છે.શિયાળા માં ખુબ ઠંડુ અને સૂકું વાતાવરણ મધમાખી ને અસર કરે છે.આવા વાતાવરણીય પરિબળો માં મધમાખી પર થતી આડઅસર ને રોકવા જરૂરી પગલા લેવા ખુબ જ જરૂરી છે.
ઋતુવાર જરૂરી પગલા લેવાથી મધમાખી ની પ્રવૃત્તિ સારી રીતે થાય છે અને પરાગનયન માં પણ  મદદ કરે છે.ઉપરાંત મધ નું ઉત્પાદન પણ સારું એવું મેળવી શકાય છે.

                       .આજ ના ડુંગળી ના ભાવ જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
મધમાખી પાલકો એ રાખવા ની જરૂરી કાળજી:-

  • શિયાળા દરમિયાન ઠંડી વધારે હોવાને કારણે મધમાખી ની કાર્ય ક્ષમતા ઘણીજ ઓછી હોય છે જેના માટે તાપમાન ખુબજ અગત્ય નો ભાગ ભજવતું હોય છે.
  • ઝાકળ પાડવાના એક મહિના પહેલા શિયાળા માં લેવાતી કાળજી શરુ કરી દેવી જોઈએ.
  • સૌથી વધારે ભેજ આ ઋતુ માં જોવા મળે છે જેના કારણે સૂકી હવા મધ પર પસાર થતી નથી અને મધ થીજી જાય છે. જેથી,મધ માખી ગૂંગળાઈ ને મારી જાય છે,તેના ઉપાય માટે સાંજે કંતાનનો કોથળો મધ પેટી પર ઢાંકી દેવો અને સવારે લઇ લેવો જોઈએ.
  • વસાહત માં મધ નો જથ્થો સંઘરાયેલો રાખવો,મધ પ્રવાહ ના અંત દરમિયાન બધું મધ કાઢી લેવું જોઈએ નહિ કારણકે તે બે રીતે ઉપયોગી છે:(1)લાંબી અસત માટે પુરતો સંઘરહ ઉપલબ્ધ બને(૨)મધુમાખી ને માઢ બનાવવા માટે વધારે મહેનત કરવી પડે નહિ.
  • મધમાખી જયારે બહાર ન જઈ શકે ત્યારે મધપૂડા માં કરેલ મધ નો સંગ્રહ શિયાળા માં ઉપયોગ કરે છે.આથી,વધુપડતી ઠંડી માં ખાંડની ચાસણી કરી મધમાખી ને કુત્રીમ ખોરાક પૂરો પાડવો જોઈએ.
  • પુડા ની રચના અને મધ પ્રવાહ ના ગાળા દરમિયાન દરેક વસાહત માં  મધપૂડા ની પેટ્ટી મૂકી ને બે થી ત્રણ નવા મધ પુડા તૈયાર કરવા.
  • વસાહત ના મુખ્ય દરવાજા ની લંબાઈ ઘટાડવી તેમજ વસાહત ને યોગ્ય રીતે હવાચુસ્ત રાખવી જેથી ઠંડી હવાની અવર જવર અટકાવી શકાય.તિરાડ હોય તો તેને માટી થી બંધ કરી દેવી.
  • વસાહત માં પુરતા પ્રમાણ મા ફ્રેમો ના હોય તો ઘઉં કે ડાંગર નું પરાળ પ્લાસ્ટિક ની કોથળી માં  ભરી ડમી ડિવિઝન બોર્ડ પછી અથવા તો વસાહત ની ઉપર તરફ મૂકવું.
  • મધ પર્વ દરમિયાન રાણી શક્ય તેટલી મોડે સુધી ઈંડા મુકે તેનું ધ્યાન રાખો,જેના પરિણામ રૂપે અસત ના સમયે ઓલાદ રૂપે પુરતા પ્રમાણ મા નાની મધમાખી મળે અને તે અસત ના સમયે ખોરાક તરીકે ઉપયોગી બની શકશે.
  • રાણી નું દ્વાર બરોબર સ્થિતિ માં રાખો અને મધમાખી ની વસાહત ને સાપ,ગરોળી જેવા પ્રાણીઓ થી બચાવી ને રાખો.
  • શિયાળા માં રાણી મરી જવાના સંજોગો વધી જતા હોય છે.આવા સંજોગો માં નવી તરુણ અને ચપળ રાણી પસંદ કરવી જોઇએ,જેના કારણે મધપુડા ને મજબૂત બનાવી શકાય જૂની રાણી માં રોગ આવવાની શક્યતાઓ વધારે હોય છે, જેથી મધપૂડા પર વિપરીત અસર પડે છે.
  • આ સમય દરમિયાન મધુમાખી નું સારી રીતે જતન કરવા માં આવે તો નીચા તાપમાનના કારણે મધુમાખી ને મારતી અટકાવી શકાય છે.  
                                         આમ,શિયાળા ની ઋતુ દરમિયાન મધુમાખી પાલકો ધ્યાન રાખે તો વધારે મધ ઉત્પાદન મેળવી આર્થિક રીતે ફાયદો થઇ શકે છે.

           ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app




Post a Comment

0 Comments