ખેતી+વેપાર "તમે સાંભળ્યું છે ખર્ચ વગર ખેતી કરી નફો મેળવી શકાય છે?? તમારા મનમાં પ્રતિરૂપ તુરંત જવાબ મળશે "ના " ખર્ચ વગર ખેતી શક્ય જ નથી.ગુજરાત ના ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો નું કહેવું છે કે આ એક એવી ખેતી નો પાક છે કે જેમાં અમુક વર્ષો પછી તમે લાખોની કમાણી કરી શકો છો.
site:https://onionkrushiseva.blogspot.com
જો તમે પણ ખેતી કરી ને લાખો ની કમાણી કરવા માંગતા હોય તો મલબાર લીમડા ની ખેતી થકી થોડા જ વર્ષો માં લાખો ની કમાણી કરી શકો છો.
મલબાર લિમડો/મેલીયા ડબિયા આજે આપણે જોઈ એ છે કે પછી કોઈ ને કોઈ જગ્યા એ સાંભળ્યું પણ હશે કે ઘણો શિક્ષિત વર્ગ ખેતી સાથે સંકળાઈને કરોડો ની કમાણી કરે છે ઘણા તો ભણી ગણી ને વિદેશ માં નોકરી કરવા નુ ટાળીને ખેતી માં કામ કરવા નું પસંદ કરતા હોય છે,અને આવા ઘણા ખેડૂતો ના કિસ્સા આપણ ને જોવા મળતા હોય છે.
મલબાર લિમડો/મેલીયા ડબિયા ની ખેતી જે તમને થોડા જ સમય માં કરોડો ની કમાણી કરાવી અમિર બનાવી શકે છે.તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે વળી આ ખેતી થોડા ખર્ચ વગર થતી હશે??ખેતી માં આપણે જાણીએ છીએ કે ઘણા બધા ખર્ચા કરવા છતાં ઘણીવાર કાતો વાતાવરણ માં થાપ ખવાય છે કાંતો માર્કેટ માં ભાવ ના મળવા ને કારણે આપણી મહેનત પર પાણી ફરતું હોય છે.પરંતુ મલબાર લિમડો/મેલીયા ડબિયા ની ખેતી કરી તમારું નસીબ અજમાવી શકો છો, જેના નજીવા ખર્ચે રોપ મળી જાય છે અને મેઈન વાત એ છે કે તમારા પાક સાથે પણ વાવી શકાય છે,વધારા ની જગ્યા રોકાશે નહિ.
site:https://onionkrushiseva.blogspot.com
મલબાર લિમડો અથવા મેલીયા ડબિયા આ વૃક્ષ ઘણા બધા નામોથી જાણીતું છે.કર્ણાટક,આંધ્રપ્રદેશ,તમિલનાડુ અને કેરળ ના ખેડૂતો મોટા પાયા પર આ વૃક્ષ ની ખેતી કરતા જોવા મળ્યા છે, અને હવે તો ગુજરાત ના અમુક જીલ્લા માં પણ ખેડૂતો આ વાવેતર પાછળ વળેલા જોવા મળે છે.
આમ,જૉઈએ તો ખેડૂતો ને બિયારણ થી લઇ ને પાક હાથ માં આવે ત્યાં સુધી ખુબ મોટા પાયે ખર્ચ કરવા પડતા હોય છે છતાં, પણ ઘણા બધા પરિબળો ભાગ ભજવતાં જોવા મળે છે.જેમકે, ભાવ ના મળે ,કમોસમી વરસાદ પડવો,દુકાળ,અતિવૃષ્ટિ,માર્કેટ ભાવ....
મલબાર લિમડો/મેલીયા ડબિયા ની ખેતી માં કોઈ પણ જમીન માં સારો એવો નફો મેળવી શકાય છે. પછી, એ જમીન ગોરાટું ચીકણી કે પછી ભલે પથ્થરાળ હોય.છતાં પણ ભરપૂર ફળદ્રુપ રેતાળ જમીન મલબાર લીમડાંની ખેતી માટે શ્રેષ્ઠ માનવા માં આવે છે.બીજા નંબરે લાલ માટી આવે છે. કાંકરિયાટ છીસરી જમીન માં થોડી તકલીફ જોવા મળે છે.
વાવણી નો સમય:-
માર્ચ થી એપ્રિલ નો સમય મલબાર લીમડા ની ખેતી માટે બીજ ની વાવણી નો શ્રેષ્ઠ સમય માનવા માં આવે છે.
site:https://onionkrushiseva.blogspot.com
મલબાર લીમડાના વૃક્ષ ને દરેક જમીન માફક આવે છે ,ઓછા પાણી માં સારી રીતે ઉગાડી શકાય છે,૪ એકર ની જમીન માં અંદાજે ૫૦૦૦ વૃક્ષ નો સારી રીતે વિકાસ કરી પાક લઇ શકાય છે.
પાક માટે લાગતો સમય:-
૫ વર્ષ માં આ વૃક્ષમાંથી લાકડું તૈયાર થઇ જાય છે,છોડ ની ઉંચાઇ ૧૨ મહિના માં ૮ ફૂટ સુધી વધે છે.૮ વર્ષ માં મલબાર લીમડા ના લાકડાં ને વેચી ને સારી એવી કમાણી કરી શકાય છે.
ઉપયોગ-
મલબાર લીમડાના લાકડા ની સૌથી વધુ માંગ પ્લાયવુડ ઉદ્યોગ માં જોવા મળે છે.જેનું મૈન કારણ છે આ લાકડાં મા ઉધઇ નુ પ્રમાણ નિહાવાત જોવા મળે છે.
site:https://onionkrushiseva.blogspot.com
પાંચ થી છ વર્ષ માં આ લાકડું વેચવા લાયક બની જાય છે.એક ઝાડ નું વજન અંદાજે દોઢ થી બે ટન જેટલું હોય છે, અને આ લાકડું અંદાજે ૫૦૦ રૂપિયા ક્વિન્ટલ બજાર માં વેચાય છે ,જેથી એક ઝાડ ની કિંમત ૬૦૦૦-૭૦૦૦ રુપીયા માં વેચાય તો પણ સરળતા થી લાખો રૂપિયા કમાય શકાય છે.
--------------------------site:https://onionkrushiseva.blogspot.com-------------------------
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
0 Comments
thank you for comment !