Ticker

6/recent/ticker-posts

સોયાબીન-ની-ખેતી.... 2

                               સોયાબીન ની ખેતી/सोयाबीन की खेती

                                                        સોયાબીન માં પ્રોસેસિંગ

                     સોયાબીન માંથી અનેક ગુણવત્તાપુર્ણ પ્રોડક્ટ બનતી હોવા છતાં તેનો ખુબ ઓછો ઉપયોગ થાય છે જેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીન ને સીધે સીધા ખોરાક માં લઇ શકતા નથી અને જો તેનો સીધે સીધો ખોરાક તરીકે ઉપયોગ કરવા માં આવે તો તેમાં રહેલાં પોષક વિરોધી તત્વ શરીર ને નુકશાન કરે છે,આથીજ સોયાબીન ને ઉપયોગ માં લેતા પહેલા પોશાક વિરોધી તત્વો ને દુર કરવા ખુબ જ જરૂરી છે ,અને તેના માટે જ સોયાબીન નું પ્રોસેસિંગ કરવું ખુબ જ જરૂરી છે.  

(onionkrushiseva.blogspot.com)(onion & onionseeds farmer)

                                 સોયાબીન માંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માં આવે છે જેમકે,સોયા લોટ,સોયા દૂધ,સોયા પનીર,સોયા દહીં,સોયા શ્રીખંડ,સોયાપૌઆ,....વગેરે બેકારી ને લગતી આઈટમ પણ બનાવવા માં આવે છે.

                 સોયાબીન ની વિવિધ આઇટમો

                                 સૉયાલોટ:-

                                     માર્કેટ માંથી મળતા સોયાબીન ને લઇ સાફ-સફાઈ કરી ક્ષતિપૂર્ણ દાણા અને અલ્પવિક્સિત દાણા દૂર કરવા, સૂર્યના તાપમાં સુકવી , ઘંટલા માં દાળ બનાવવી  ફોતરાં અલગ કરી નાખવા આ રીતે તૈયાર થયેલી દાળ ને ૩ લીટર ઉકળતા પાણી માં ૧ કિલો દાળ  નાખી ૨૫ થી ૨૦ મિનિટ સુધી ઉકાળવી. ઉકાળેલી દાળ ને સૂર્યના તાપ માં સુકવી નાખવી,આ સુકવેલી દાળ ને દળીને પોલીથીન બેગ માં નાખી ..ખોરાક તરીકે ઉપયોગ માં લઇ શકાય છે.

present by:(onionkrushiseva.blogspot.com)  (onionseeds & onion farmer)

            સોયાબીન દૂધ:-
                                     સોયાબીન માંથી દૂધ બનાવી શકાય છે.સોયાબીન માંથી દૂધ બનાવવા ૧ કિલ્લો સોયાબીન લઈને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપર થી ફોતરી ઉખાડી નાખવામાં આવે છે,ફોતરી ઉખડેલા સોયાબીન ને સ્વચ્છ પાણી માં ધોઈને ચોક્કસ તાપમાને રાખી બારીક પીસવામાં આવે છે આ રીતે એક પ્રકાર ની સ્લરી તૈયાર થાય છે.
                                        આ સ્લરી ને યોગ્ય પ્રકાર ના સેન્ટ્રીફયુઝ મશીન માં દાખલ કરવા માં આવે છે જેથી દૂધ અને પલ્પ નો માવો જુદા પડે છે.આમ સામાન્ય રીતે ૧ કિલ્લો દૂધ માંથી ૫ થી ૭ લિટર દૂધ તૈયાર થાય છે.આ દૂધ માં વિવિધ પ્રકાર ના ફ્લેવર મેળવી વિવિધ પ્રકાર ના ફ્લેવર યુક્ત દૂધ પણ બનાવી શકાય છે.

(onionkrushiseva.blogspot.com)
      ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે  અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app






Post a Comment

0 Comments