Ticker

6/recent/ticker-posts

સોયાબીન-ની-ખેતી-1

                                  સોયાબીન ના પાક ને વિજ્ઞાનની ભાસા માં ગ્લાયસીન મેક્ષ તરીકે પણ જાણવામાં આવે છે.સોયાબીન ગોલ્ડ બિન તરીકે પણ ઓળખાય છે.સોયાબીન માંથી તેલ બનાવી ખોરાક ના તેલ તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય છે.

(સોયાબીન ની માહિતી તમને onionkrushiseva.blogspot.com થી આપવા માં આવે છે)

                   સોયાબીન નું વાવેતર મોટે ભાગે ચોમાસા માં થતું હોય છે, જૂન થી સપ્ટેમ્બર પાક નો સમય ગાળો જોવા મળે છે.જૂન મહિના માં વાવેતર અને સપ્ટેમ્બર માં કંપની ચાલુ થાય છે.

                    સોયાબીન ના પાક ની ઉંચાઇ ૧ મીટર જેટલી થાય છે,હુંફાળું અને ભેજવાળું વાતાવરણ તેના માટે અનુકૂળ હોય છે.સોયાબીન ને ઘણી બધી રીતે ઉપયોગ માં લઇ શકાય છે જેમકે તેલ,એન્જીન ઓઇલ,ખોરાક,પ્રોટીન વગેરે રીતે પણ ઉપયોગ થાય છે.દુનિયા માં સોયાબીનનું ઉત્પાદન લગભગ ૨૦૨૦-૨૧ ના આંકડા મુજબ ૩૬૪ મિલિયન મેટ્રિક ટન જેટલું નોંધાયું છે.જયારે આપણા દેશ માં સોયાબીન નું ઉત્પાદન લગભગ ૨૦૨૦-૨૧ મુજબ ૧૩.૭૮ મિલિયન મેટ્રિક ટન જેટલું નોંધાયું છે.અને ગુજરાત માં ૨.૨૭ મિલિયન મેટ્રિક ટન જેટલું થવા જઇ રહ્યું છે.

                    સોયાબીન નો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે ઘણા બધા દેશો જેવા કે ચીન,જાપાન,થાઈલેન્ડ જેવા દેશો  માં ૫૦૦૦ વર્ષોથી સોયાબીન નો ઉપયોગ થાય છે જયારે આપણા દેશ માં લગભગ ૫૦ થી ૬૦ વર્ષો થી નજીવા દરે ખોરાક માં ઉપયોગ જોવા મળે છે.દરરોજ લગભગ ૩૦ ગ્રામ સોયાબીન નો આહાર તરીકે ઉપયોગ લેવાથી,શરીર માં પ્રોટીનનો ઉણપ રહેતી નથી અને ઘણા બધા રોગો સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે,જેમકે હૃદયરોગ,હાડકાની નબળાઈ મધુપ્રમેહ....


                                       સોયાબીન માં જે પ્રોટીન મળે છે તે અન્ય કઠોળ કરતા લગભગ બમણું મળે છે,એટલે કે અન્ય કઠોળ માં પ્રોટીન ૨૦ % મળે તો સોયાબીન માંથી ૪૦ % પ્રોટીન  મળે છે.૧૦૦ ગ્રામ સોયાબીન માંથી  જે પ્રોટીન મળે છે તે ૧ લીટર દૂધ/૩૦૦ ગ્રામ ઈંડા/અને ૨૫૦ ગ્રામ માસ ની બરાબર હોય છે.

                                        વનસ્પતિ જંન્ય પ્રોટીન સ્ત્રોત માં ગુણવતાની દ્રષ્ટિ એ સોયાબીન નું પ્રોટીન ઉત્તમ પ્રકાર નુ ગણવામાં આવે છે કારણ કે તેમાં રહેલા અત્યંત આવશ્યક અમીનો એસિડ હેલ્થ (W.H.O) દ્વારા માન્ય એમિનો એસિડ મળે છે.

                                        સોયાબીન માં ૪૦ % પ્રોટીન ઉપરાંત ૨૦ % તેલ,૨૩ % કાર્બોહાઇડ્રેટ તેમજ આવશ્યક ખનીજ રેસ,ક્ષાર અને વિટામિન રહેલા છે સોયાબીન માંથી સારા એવા પ્રમાણ માં સારી ગુણવત્તા વાળું તેલ પ્રાપ્ત થાય છે.વિશ્વની લગભગ ૩૦ % ખોરાક તરીકે તેલ સોયાબીન નો ઉપયોગ થાય છે,જયારે આપણા દેશ માં ખોરાક તરીકે ના તેલ માટે સોયાબીન નો ઉપયોગ ૧૨ % જેટલો થાય છે,આપણા દેશ માં સોયાબીન ના કુલ ઉત્પાદન ના હિસ્સા માંથી ૧૦ % બિયારણ માટે, ૭૫ થી ૮૦ % તેલ કાઢવા માટે,૧૦ થી ૧૫ % વિવિધ ખાધ્ય વસ્તુ બનાવવા માટે થાય છે.

---------------------------------------------------------------------------------------------------------------------------

           ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app(onionkrushiseva.blogspot.com)




Post a Comment

0 Comments