20/9/2022
ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયા માં લાલ ડુંગળી ના ભાવ માં થોડો સુધાર જોવા મળ્યો છે.
ડુંગળી ના ભાવ per 20 kg મુજબ આપેલ છે
મહુવા માર્કેટ યાર્ડ
સફેદ ડુંગળી |
95-168 |
લાલ ડુંગળી |
69-352 |
કપાસ |
------------------------ |
કાળા તલ |
2075-2502 |
સફેદ તલ |
2351-2421 |
ગોંડલ માર્કેટ માં ડુંગળી ના ભાવ ગબડ્યા!!!!!
(Onion prices fell in Gondal market!!!!!)
ગોંડલ માર્કેટ યાર્ડ
સફેદ ડુંગળી |
---------------- |
લાલ ડુંગળી |
51-266 |
કપાસ |
1001-1901 |
કાળા તલ |
2001-2651 |
સફેદ તલ |
1951-2461 |
આજે ખેતી વિશે જાણવા જેવું કંઈક
ડુંગળીનો જાંબલી ધાબાનો રોગ :....
લક્ષણો :
આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતા ડાઘ પડે છે અને આવા ડાઘનો આજુબાજુનો ભાગ જાંબલી, રાખોડી થઈ જાય છે.
પુષ્પદંડ ડાઘા પાસેથી જમીન તરફ ઢળી પડે છે તેથી બીજ બરાબર પાકતા નથી અને પુષ્પદંડ સુકાઈ જાય છે, આને લીધે બીજ ઉત્પાદનમાં ઘણું જ નુકશાન થાય છે.
થ્રિપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે.
આ રોગ લસણના પાકમાં પણ જોવા મળે છે.
આ રોગની સાથે સ્ટેમફાઈલમ નામની ફુગનું આક્રમણ પણ ડુંગળી અને લસણના પાકમાં જોવા મળે છે.
નિયંત્રણ :
ડુંગળીના બીજ ઉત્પાદન માટેના પાકમાં પાક જયારે ૬૦ થી ૭૦ દિવસનો થાય અથવા રોગની શરૂઆત થાય ત્યારે મેન્કોઝેબ ૦.ર ટકા (મેન્કોઝેબ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા (કલોરોથેલોનીલ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) ના દ્રાવણમાં સ્ટીકર (જેવી કે સેન્ડોવીટ) ઉમેરી છંટકાવ કરવો.
આ જ દવાના ૧ર થી ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
થ્રિપ્સ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરવું.
પાકને નિંદામણ મુકત રાખવો આ માટે પેન્ડીમીથાલીન નિંદામણનાશક દવા એક લિટર સક્રિય તત્વ પ્રતિ હેકટરે ફેરરોપણી બાદ ત્રીજા દિવસે છાંટવાથી ડુંગળીના કંદ ઉત્પાદનના પાકમાં આવતા જાંબલી ધાબા રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
જો તમને માહિતી યોગ્ય જણાય, તો અમારી મહેનત ને પ્રોત્સાહિત કરવા આ page ને નીચે આપેલ સોશ્યિલ મીડિયા માં આગળ મોકલો.
0 Comments
thank you for comment !