લાલ ડુંગળી = 41-191સફેદ ડુંગળી = 61-96
ડુંગળીના રોગો:-
૧. ડુંગળીમાં ધરૂમૃત્યું :
આ રોગ ડુંગળીના ધરૂને ઘણું જ નુકશાન કરે છે. આ રોગ મુખ્યત્વે ફયુઝેરીયમ અને પીથીયમ નામની ફુગથી થાય છે જયારે ધરૂવાડીયામાં વધારે ગીચ ધરૂ ઉછેરવામાં આવે છે ત્યારે આ રોગ વધારે નુંકશાન કરે છે
૧. જમીનમાંથી બીજના અંકુર ફૂટતા પહેલા ધરૂનો સડો.
ર. જમીનમાંથી ધરૂ બહાર આવ્યા પછી ધરૂનો સડો. અંકુર ફૂટયા પહેલા રોગ લાગે તો ઉગાવો ઘણો જ ઓછો જોવા મળે છે અને ઘણીવાર બીજ સ્ફુરણ થતા પહેલા જ જમીનમાં સળી જાય છે અને અંકુર જમીનની બહાર નીકળી શકતુ નથી. બીજા તબકકામાં ધરૂ બહાર આવ્યા પછી જમીનની સપાટીએ થડની પાસેથી ધરૂ નમી પડે છે અને નાશ પામે છે.
નિયંત્રણ :
તંદુરસ્ત પાકમાંથી બીજ વાવેતર માટે પસંદ કરવું જોઈએ. ડુંગળીના બીજને થાયરમ ૭પ એસ.ડી. ફૂગનાશક દવાની ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપીને સારા નિતારવાળી જગ્યાએ ધરૂવાડીયું બનાવી વાવેતર કરવું. ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે પછી થાયરમ ૦.ર ટકા અથવા કાર્બેન્ડેઝીમ ૦.૧ ટકાના દ્રાવણથી ત્રણ લીટર પ્રતિ ચોરસમીટર ના પ્રમાણથી ધરૂવાડીયાને નિતારવું. ટ્રાઈકોડર્મા હારઝીયમની બીજ માવજત આપીને તેમજ ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે નિતારવાથી પણ ધરૂમૃત્યું રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
-:Onion diseases:-
1 Comments
:)
ReplyDeletethank you for comment !